ગુજરાતમાં ગરમીનું જોર વધી રહ્યું છે.આજે ગરમીનો પારો 41થી 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ છે.રાજ્યમાં 42.7 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ હોટ સિટી બન્યું છે. આગામી સાત દિવસ આકરી ગરમી પડશે. રાજકોટ મનપાએ ગરમીનું યલો એલર્ટ આપ્યું છે.રાજ્યમાં ઉનાળાની સિઝન હવે તેના આકરા મિજાજમાં જોવા મળી રહી છે.રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીની આગાહી કરી હતી. તેમણે કહ્યું હતું કે, 28 એપ્રિલ સુધી રાજ્યમાં ભીષણ ગરમી પડશે.
ગરમીને લઇ અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીની આગાહી કરી હતી. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં ગરમીનો પારો સતત ઊંચો જશે. 28 એપ્રિલ સુધી રાજ્યમાં ભીષણ ગરમી પડશે. તાપમાનનો પારો 42થી 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતાઓ છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભીષણ ગરમી રહેશે. દક્ષિણ ગુજરાતમાં ભેજવાળા પવનો ફૂંકાશે. 28 એપ્રિલ બાદ હવામાનમાં પલટો આવી શકે છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં પ્રિમોન્સૂન વરસાદ સાથે કરા પણ પડશે.













