ગુજરાતમાં આગામી 26 એપ્રિલના રોજ મતદાન થવાનું છે, ત્યારે રાજ્યના મતદારો અને રાજકારણીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, મતદાનના દિવસે રાજ્યમાં ભીષણ ગરમી પડશે. એક તરફ ચૂંટણીનો ગરમાવો ચરમસીમાએ હશે, તો બીજી તરફ કુદરતી પ્રકોપ પણ જોવા મળશે. અંબાલાલ પટેલની આ આગાહીને પગલે ઓછું મતદાન થવાની ભીતિથી રાજકીય પક્ષોમાં ચિંતા પ્રસરી ગઈ છે.


ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચશે

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 26 એપ્રિલે રાજ્યના અનેક ભાગોમાં તાપમાનનો પારો 42 ડિગ્રી સેલ્સિયસને પાર કરી જશે. ખાસ કરીને ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં કાળઝાળ ગરમીની અસર વધુ વર્તાશે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ ગરમીના તીવ્ર મોજાં (Heatwave) ફરી વળવાની શક્યતા છે. અંબાલાલ પટેલે મતદારોને લૂ અને ગરમીથી બચવા માટે જરૂરી સાવચેતી રાખીને જ મતદાન મથકે જવા અપીલ કરી છે.

રાજ્યના વિવિધ ઝોનમાં સંભવિત તાપમાન

  • મધ્ય ગુજરાત - 42 ડિગ્રીથી ઉપર (સૌથી વધુ ગરમી)
  • ઉત્તર ગુજરાત- 42 ડિગ્રીની આસપાસ
  • પૂર્વ ગુજરાત - 42 ડિગ્રી સુધી
  • સૌરાષ્ટ્ર - 38 ડિગ્રીથી 42 ડિગ્રી
  • કચ્છ - 40 ડિગ્રીની આસપાસ
  • દક્ષિણ ગુજરાત - 38 ડિગ્રીથી 40 ડિગ્રી


આ પણ વાંચો - Weather Update: વરસાદથી રાહત, મધ્યપ્રદેશમાં હીટવેવનું હવામાન વિભાગનું એલર્ટ


  • Follow us on: