અમદાવાદ શહેરને સ્વચ્છ રાખવા અને જાહેર માર્ગો પર ગંદકી અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે નારણપુરા વિસ્તારમાં ગંદકી ફેલાવતા એકમો સામે દંડાત્મક પગલાં લેવામાં આવ્યા છે. ખાસ કરીને, નારણપુરામાં આવેલું 'કે.બી. શાહ' નામનું દવાનું ગોડાઉન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ગોડાઉનને અગાઉ અનેકવાર ગંદકી દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ સૂચનાઓનું પાલન ન થતા આખરે તેને સીલ કરી દેવામાં આવ્યું છે.


ગંદકી ફેલાવતા એકમોમાં ફફડાટ

માત્ર નારણપુરા જ નહીં, પરંતુ AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે દક્ષિણ ઝોન સહિતના વિવિધ વિસ્તારોમાં પણ તપાસ તેજ કરી છે. દક્ષિણ ઝોનમાં જાહેર માર્ગો પર કચરો ફેંકનારા, ગંદકી ફેલાવનારા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા અનેક એકમો સામે તપાસ હાથ ધરી દંડ વસૂલવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જો વેપારી એકમો સ્વચ્છતાના નિયમોનો ભંગ કરશે અને વારંવારની નોટિસ છતાં સુધારો નહીં લાવે, તો તેમના એકમો સીલ કરવા જેવી કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

આ પણ વાંચો : Ahmedabad પ્લેન ક્રેશમાં મુદ્દે સૌથી મોટા સમાચાર, ઉડાન પહેલા જ પ્લેન ખરાબ હોવાનો અમેરિકી સંસદમાં દાવો

  • Follow us on: