કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આગામી 28 ડિસેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદના જાસપુર સ્થિત 'વિશ્વ ઉમિયાધામ' ખાતે આયોજિત ઐતિહાસિક 'યુવા બિઝનેસ મહાસંમેલન'માં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી આશરે 20,000 જેટલા યુવા ઉદ્યોગ સાહસિકો ભાગ લેશે. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય પાટીદાર યુવાનોને આર્થિક રીતે સશક્ત બનાવવા અને 'વિલેજથી વિદેશ' સુધી બિઝનેસ નેટવર્ક સ્થાપિત કરવાનો છે.


ગ્લોબલ નેટવર્કિંગની સુવર્ણ તક

આ મહાસંમેલન માત્ર સ્થાનિક પૂરતું સીમિત નથી, પરંતુ તેમાં અમેરિકા, કેનેડા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને દુબઈ જેવા સાતથી વધુ દેશોના પાટીદાર ઉદ્યોગપતિઓ પણ ખાસ હાજર રહેવાના છે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિવિધ પાટીદાર મંત્રીઓ અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહી યુવાનોને પ્રોત્સાહિત કરશે. વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટના ઉમિયા માતાજીના મંદિરના નિર્માણની સાથે સામાજિક અને આર્થિક વિકાસના નવા અધ્યાય તરીકે આ સંમેલનને જોવામાં આવી રહ્યું છે. કાર્યક્રમના સુચારુ સંચાલન માટે ખાસ ડિજિટલ એપ્લિકેશન અને VVIP પાર્કિંગ સહિતની હાઈટેક વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.

આ પણ વ્નાચો : Bharuch માં મોતને હંફાવતી ક્ષણ, ડમ્પરના ટાયર નીચે આવ્યા બાદ પણ મહિલાનો આબાદ બચાવ



  • Follow us on: