દેશભરના બેંક કર્મચારીઓએ આગામી 27 જાન્યુઆરીએ દેશવ્યાપી હડતાળનું એલાન આપ્યું છે. લાંબા સમયથી ચાલી રહેલી '5 દિવસનું અઠવાડિયું' (5-Day Work Week) કરવાની માંગણી પર સરકાર દ્વારા કોઈ સકારાત્મક નિર્ણય ન લેવાતા કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બેંક યુનિયનોનું કહેવું છે કે જ્યારે શેરબજાર અને અન્ય સરકારી સંસ્થાઓમાં શનિ-રવિની રજા હોય છે, ત્યારે બેંકો માટે આ નિયમ કેમ લાગુ કરવામાં આવતો નથી? છેલ્લા બે વર્ષથી આ મુદ્દે વાટાઘાટો ચાલી રહી હોવા છતાં સરકાર તરફથી મંજૂરી ન મળતા આખરે હડતાળનો માર્ગ અપનાવવામાં આવ્યો છે.


શેરબજાર બંધ તો બેંકો કેમ નહીં?

આ હડતાળને કારણે ગુજરાત સહિત સમગ્ર દેશમાં બેંકિંગ સેવાઓને માઠી અસર થવાની શક્યતા છે. ખાસ કરીને રોકડ વ્યવહાર, ચેક ક્લિયરન્સ અને અન્ય નાણાકીય કામગીરી ઠપ થઈ શકે છે. બેંક એસોસિએશનોનું જણાવવું છે કે બેંકો પોતે આ ફેરફાર માટે તૈયાર છે અને આંતરિક રીતે સહમતી પણ સધાઈ ચૂકી છે, પરંતુ કેન્દ્ર સરકારની અંતિમ મંજૂરી ન મળવાને કારણે લાખો કર્મચારીઓ અન્યાયનો ભોગ બની રહ્યા છે. જો 27 જાન્યુઆરી પહેલા કોઈ ઉકેલ નહીં આવે, તો આ આંદોલન વધુ ઉગ્ર બનવાના સંકેતો મળી રહ્યા છે.

આ પણ વાંચો : PM Modi In Gujarat : ગાંધીનગર મહાનગરપાલિકાનો મોટો નિર્ણય, PMના પ્રવાસને લઈ શનિ-રવિ કચેરીઓ ધમધમશે

  • Follow us on: