અમદાવાદ શહેરમાં ભાજપ સંગઠનની નિમણૂંકનું કોકડું ગૂચવાયું છે. ખાસ કરીને મહામંત્રી પદની નિમણુકને લઇને કોકડું ગૂચવાયું છે.


મહામંત્રીના પદ માટે આ સમુદાયમાંથી નામો મંગાવાયા

મહામંત્રી પદ માટે બ્રાહ્મણ, પાટીદાર અને ઓબીસી સમુદાયમાંથી નેતાઓના નામ મંગાવવામાં આવ્યા છે . સુત્રોના કહેવા મુજબ મહામંત્રીના પદ માટે આ જ્ઞાતિઓમાંથી સમીકરણ સેટ કરવાની પ્રદેશ ભાજપની ઇચ્છા છે.

ગાંધીનગરમાં પાટીદાર કે બ્રાહ્મણ નેતાની પસંદગીને લઇને અસમંજસની સ્થિતિ

ગાંધીનગર લોકસભા વિસ્તાર માટે પાટીદાર કે બ્રાહ્મણ નેતાની પસંદગીને લઇને અસમંજસની સ્થિતિ છે. પ્રદેશ સંગઠન મુજબ, ગાંધીનગર લોકસભા વિસ્તારમાંથી જે સમુદાયનો નેતા પસંદ થશે, ત્યારબાદ અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા વિસ્તારો માટે અન્ય સમુદાયમાંથી નેતાની પસંદગી કરવામાં આવશે.

પહેલા પણ નામો લેવામાં આવ્યા હતા

આ પહેલા પણ ત્રણ વખત વિવિધ પદો માટે નામો લેવામાં આવ્યા હતા.

અમદાવાદમાં સ્થિતી જટિલ

રાજ્યના સૌથી વધુ વિધાનસભા (17) અને લોકસભા (4) ધરાવતાં અમદાવાદ શહેરમાં એ સ્થિતી વધુ જટિલ બની છે.


આ પણ વાંચો-----     Gujarat Latest News Live : બનાસકાંઠાના દાંતા પંથકમાં મહિલાનું હડકવાથી મોત, મહિલાએ રસી ન લીધી હોવાનું આવ્યું સામે

  • Follow us on: