ગુજરાતમા પ્રદેશ ભાજપનું નવું માળખું જાહેર કરાયા બાદ આજે કમલમ ખાતે પ્રથમ બેઠક યોજાઈ છે. આ બેઠકમાં સંગઠનમા સ્થાન પામેલા પદાધિકારીઓએ પોતાનું પદ સંભાળ્યું હતું. ભાજપના પ્રદેશ પ્રમુખે તેમનું મોઢું મીઠું કરાવ્યું હતું. આ નવા સંગઠનની જાહેરાત બાદ પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં આજે કમલમ ખાતે પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પદાધિકારીઓને ટકોર કરી હતી.
ભાજપ સંગઠનની બેઠકમાં CM અને વિશ્વકર્માની ટકોર
કમલમ ખાતે યોજાયેલી ભાજપની બેઠકમાં હાજર રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પદાધિકારીઓને ટકોર કરી હતી કે, જૂની ટીમ નવી ટીમ સાથે સંકલનમાં રહીને કામ કરે. તમામ હોદ્દેદારોએ પોતાની જવાબદારી સમજીને કામ કરવું જોઈએ. દરેક કાર્યકરે પાર્ટીને મજબૂત કરવા પર ધ્યાન આપવું જોઈએ. નવી ટીમ વધુ સારી રીતે કામ કરે તેની પર ભાર મુકવામાં આવ્યો હતો.













