અમદાવાદ કોર્પોરેશને લીધેલા તમામ ફૂડ સેમ્પલમાં ચેકિંગમાં પાસ થયા છે, 95 ફૂડ સેમ્પલમાંથી એકપણ ફૂડ સેમ્પલમાં ભેળસેળ ન પકડાઈ અને 42 હજારના ખર્ચે AMCએ 17 ઓક્ટોબર થી 20 ડિસેમ્બર દરમ્યાન લીધા હતા સેમ્પલ, RTIમાં પૂછવામાં આવેલા સવાલમાં AMCના ફૂડ વિભાગે આપ્યો જવાબ અને RTIમાં મળેલા જવાબથી શહેરીજનોમાં ગણગણાટ વ્યાપ્યો છે.
AMC કમિશનર દ્વારા ફૂડ અધિકારીની બદલી કરી દેવાઇ છે
AMC કમિશનર દ્વારા ફૂડ અધિકારીની બદલી કરી દેવાઇ છે. આમ છતાં ફૂડ વિભાગની કામગીરીમાં કોઈ ફરક દેખાતો નથી. મ્યુનિ. ફુડ વિભાગે છેલ્લા બે મહિનામાં ૪૨ હજારના ખર્ચે લીધેલા એન્ફોર્સમેન્ટના ૯૫ સેમ્પલમાંથી એકેયમાં ભેળસેળ હોવાનું સાબિત થયું નથી. જ્યારે સર્વેન્સ સેમ્પલો અપ્રમાણિત જાહેર થયા છે. એટલું જ નહીં આરટીઆઇમાં બોડીવોન કેમેરાનું રેકોર્ડિંગ ન અપાતા ફૂડ અધિકારી સામે આશંકા સેવાઈ રહી છે. હોટેલની ગ્રેવી, પનીર, ગાવનું ધી, પામોલીન તેલ, બન, પાણીપુરીનું પાણી, કઢી સબસ્ટાન્ડર્ડ તેમજ સિંગપાક-દાબેલી અનસેફ હોવાનું બહાર આવ્યું છે.













