અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલા 'અલ હમદ એપાર્ટમેન્ટ'ના વેચાણ માટે અશાંત ધારાની બોગસ પરમિશન બનાવી સરકાર સાથે છેતરપિંડી કરવાનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. નારોલ સબ રજિસ્ટ્રાર કચેરીમાં જ્યારે મિલકતની નોંધણી માટે દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા, ત્યારે અધિકારીઓને શંકા ગઈ હતી. દસ્તાવેજ પર રહેલા ક્યુઆર કોડ (QR Code) ને સ્કેન કરતા જ ખુલાસો થયો હતો કે આ પરમિશન લેટર બનાવટી છે. તપાસ કરતા માલૂમ પડ્યું કે કલેક્ટર કચેરી દ્વારા આ મિલકત માટે અશાંત ધારા હેઠળ કોઈ પણ પ્રકારની મંજૂરી આપવામાં આવી નહોતી.


QR કોડ સ્કેન કરતા જ ફૂટ્યો ભાંડો

આ મામલે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને મિલકત ખરીદનાર મોહમ્મદ બાગબાન સહિત આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આરોપીઓએ સરકારી કચેરીના સિક્કા અને લેટરપેડનો દુરુપયોગ કરી ખોટા દસ્તાવેજો ઊભા કર્યા હતા, જેનો હેતુ ગેરકાયદેસર રીતે મિલકત ટ્રાન્સફર કરવાનો હતો. સબ રજિસ્ટ્રારની સતર્કતાને કારણે આ કરોડોનું કૌભાંડ રજિસ્ટ્રેશન સમયે જ પકડાઈ ગયું હતું, જે હવે પોલીસ તપાસનો વિષય બન્યો છે.

આ પણ વાંચો : Ahmedabad News : પ્રહલાદનગરમાં પાર્કિંગના નામે તાળાં, રોડ પર ટ્રાફિક જામ, પણ મલ્ટીલેવલ બિલ્ડિંગમાં વાહનોને નો-એન્ટ્રી!

  • Follow us on: