અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલા NRI ટાવરમાં બનેલી કાળજું કંપાવતી ઘટનામાં દંપતીના મૃતદેહનું સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ પૂર્ણ કરવામાં આવ્યું છે. તપાસમાં સામે આવ્યું છે કે, વર્ગ-1 ના અધિકારી એવા યશરાજસિંહ ગોહિલે અગમ્ય કારણોસર પ્રથમ પોતાની પત્નીની ગોળી મારીને ઘાતકી હત્યા કરી હતી અને ત્યારબાદ પોતે પણ બિલ્ડિંગ પરથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું. આ હાઈપ્રોફાઈલ કેસની ગંભીરતાને જોતા પોલીસે એફએસએલની મદદથી પુરાવા એકત્ર કર્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ બંનેના મૃતદેહોને પરિવારજનોને સોંપવામાં આવ્યા છે, જેમને તેમના વતન લીમડા ગામે લઈ જવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.


NRI ટાવર દુર્ઘટના

સમગ્ર ઘટનાને પગલે મૃતક યશરાજસિંહ ગોહિલના વતન લીમડા ગામમાં ભારે ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. આ હાઈપ્રોફાઈલ દંપતીના અંતિમ સંસ્કાર આજે તેમના વતનમાં જ કરવામાં આવશે, જ્યાં પરિવારના સભ્યો અને રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે યશરાજસિંહ કોંગ્રેસના રાજ્યસભા સાંસદના ભત્રીજા હોવાથી આ કિસ્સાએ રાજકીય આલમમાં પણ ખળભળાટ મચાવ્યો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે વર્ગ-1 ના અધિકારી એવા યશરાજસિંહે પત્નીની હત્યા માટે કયા હથિયારનો ઉપયોગ કર્યો હતો અને આટલા મોટા પગલાં પાછળનું મુખ્ય કારણ શું હતું.

આ પણ વાંચો : Gandhinagar માં શિક્ષણજગત સ્તબ્ધ, સેક્ટર-7 ની કોલેજમાં વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું



  • Follow us on: