બહેરામપુરા વિસ્તારમાં રાજા રહીમના ટેકરા પાસે એક ગંભીર ઘટના બની છે, જેમાં એક મહિલા પર ચાકુ વડે હુમલો થયો છે.


મહિલા બેકરીમાં ખરીદી કરવા માટે ગઈ 

મળેલી માહિતી મુજબ આ મહિલા બેકરીમાં ખરીદી કરવા માટે ગઈ હતી. તે ખરીદી કરી રહી હતી ત્યારે એક યુવક પણ ત્યાં આવ્યો હતો અને મહિલાની પાછળ ઉભો રહ્યો હતો.

તિક્ષ્ણ હથિયાર કાઢીને મહિલા પર જીવલેણ હુમલો કર્યો

થોડી ક્ષણોમાં જ અચાનક આ યુવકે મહિલાની સાથે વાત કરતા કરતા ખિસ્સામાંથી ચાકૂ જેવું તિક્ષ્ણ હથિયાર કાઢીને મહિલા પર જીવલેણ હુમલો કર્યો હતો. તેણે પોતાની પાસે રહેલા તિક્ષ્ણ હથિયારથી ત્રણ થી ચાર વાર મહિલા પર હુમલો કર્યો હતો

હુમલાના કારણે મહિલાના હાથમાં ઈજા પહોંચી

હુમલાના કારણે મહિલાના હાથમાં ઈજા પહોંચી છે. દુકાનના વેપારીએ મહિલાને બચાવાનો પણ પ્રયાસ કર્યો હતો. ઘટનાના પગલે દુકાનમાં હાજર દરેક વ્યક્તિ ગભરાઇ ગઇ હતી.

ઘટનાસ્થળેથી યુવક તરત જ ફરાર થઈ ગયો

મહિલાએ બૂમાબૂમ કરતાં ઘટનાસ્થળેથી હુમલાખોર યુવક તરત જ ફરાર થઈ ગયો. સ્થળ પર થયેલી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે.

પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી છે

પોલીસે ઘટના અંગે તપાસ શરૂ કરી છે અને આરોપીની ઝડપ માટે સર્ચ ઓપરેશન ચાલુ છે. 


આ પણ વાંચો-----    Surendranagar : થાનગઢમાં મધરાત્રિએ તંત્રનો સપાટો, સરકારી જમીન પર કરાયેલા 260 ગેરકાયદે દબાણો તોડી પડાયા, 210 કરોડની સરકારી જમીન દબાણમુક્ત

  • Follow us on: