અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં રસ્તે જતી મહિલા સાથે ધોળે દિવસે ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. અચાનક બનેલી આ ઘટનામાં અજાણ્યા શખ્સે મહિલાની ગળામાંથી સોનાની ચેઇન ઝૂંટવી ફરાર થઈ ગયો હતો.


ચેઇન સ્નેચિંગની ઘટના નજીક લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ

પ્રાપ્ત માહિતી મુજબ, મહિલા પોતાની દૈનિક કામગીરી માટે રસ્તે જઈ રહી હતી તે દરમિયાન આ ઘટના બની હતી. સમગ્ર ચેઇન સ્નેચિંગની ઘટના નજીક લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં આરોપી સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.

 સ્થાનિક પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસે વિસ્તારની આસપાસના અન્ય કેમેરાની પણ તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો----    Weather News : ગુજરાતમાં હાડથીજવતી ઠંડીથી શહેરીજનો ઠુઠવાયા, નલિયામાં સૌથી વધારે તાપમાન નોંધાયું

  • Follow us on: