અમદાવાદ શહેરના એસપી રિંગ રોડ પર પરિવારિક વિવાદને લઈને પતિ-પત્ની અને પુત્ર વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. આ સમગ્ર મામલે બોડકદેવ દ્વારા બંને પક્ષોની ફરિયાદ નોંધવામાં આવી છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
પત્નીએ પતિને અન્ય મહિલા સાથે રંગેહાથ ઝડપ્યો
મળતી માહિતી મુજબ, પતિ અન્ય એક મહિલા સાથે મંદિરે ગયો હોવાનો આરોપ છે. આ બાબતની જાણ થતાં પત્ની પોતાના પુત્ર સાથે ત્યાં પહોંચી ગઈ હતી. ત્યારબાદ એસપી રિંગ રોડ પર પતિની કાર રોકવામાં આવી હતી. કાર રોકતા જ બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી.













