ભારત સરકારના સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાંથી ગુજરાતને રાજ્ય સરકાર હસ્તકના માર્ગોના વિવિધ કામો માટે 1078.13 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્કને સંગીન બનાવીને કનેક્ટિવિટી તથા ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશનને વેગ આપવાનો અભિગમ ગુજરાતમાં રાજ્ય હસ્તકના માર્ગોના કામો માટે ફાળવાયેલી આ માતબર રકમથી આવનારા દિવસોમાં સાકાર કરી શકાશે.પી.એમ.ગતિશક્તિ અન્વયે લોજિસ્ટિક્સ પરિવહનમાં સરળતા થશે અને ઝડપી બનશે.
રાજ્ય હસ્તકના માર્ગોના કામો માટે રકમ મંજૂર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય માર્ગ પરિવહન-ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ રાજ્યના માર્ગો અને નેશનલ હાઇવે અંતર્ગતના પ્રોજેક્ટ્સની સમીક્ષા માટે ગત નવેમ્બર-2025માં ગાંધીનગરમાં યોજેલી ઉચ્ચસ્તરીય બેઠકની ફળશ્રુતિ રૂપે ગુજરાતને આ 1078.13 કરોડ રૂપિયાની રકમ રાજ્ય હસ્તકના માર્ગોના કામો હાથ ધરવા ફાળવવામાં આવી છે.સી.આઈ.આર.એફની આ જે રકમ રાજ્ય હસ્તકના માર્ગોના કામો માટે મંજૂર કરવામાં આવી છે તેમાંથી કુલ 564.57 કિલોમીટર લંબાઇમાં વિવિધ 41 કામો હાથ ધરાવાના છે.













