એન્ફોર્સમેન્ટ એજન્સીઓએ સમગ્ર ગુજરાતમાં બનાવટી અને ભેળસેળયુક્ત એગ્રોકેમિકલ્સના ઉત્પાદન અને વિતરણ સાથે સંડોવાયેલા વિશાળ અને સંગઠિત નેટવર્કનો ભાંડો ફોડ્યો છે.આ નેટવર્ક ખેડૂતોની આજીવિકા, ગ્રાહક સુરક્ષા તથા ભારતના કૃષિ અર્થતંત્ર સામે ગંભીર ખતરો ઊભો કરે છે.એન્ફોર્સમેન્ટ એજન્સીઓની તાજેતરની કામગીરી રાજકોટમાં 30 ડિસેમ્બરે હાથ ધરવામાં આવી હતી. 2025માં અમદાવાદમાં 20 નવેમ્બરે, રાજકોટમાં 12 ઓક્ટોબરે અને વધુ એક પગલામાં રાજકોટમાં 1 સપ્ટેમ્બર સહિતની કરાયેલી વિવિધ એફઆઈઆર અને દરોડા પછી આ કામગીરી હાથ ધરાઈ હતી.આ પગલે પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સ હોવાનું બતાવતી બનાવટી એગ્રોકેમિકલ કામગીરીઓના વધી રહેલું કદ અને તેનો પ્રસાર ધ્યાનમાં આવ્યા છે.
એન્ફોર્સમેન્ટ એજન્સીઓનો અંદાજ
અનેક જપ્તીઓ અને ચાલી રહેલી તપાસ છતાં, એન્ફોર્સમેન્ટ એજન્સીઓનો અંદાજ છે કે ગેરકાયદેસર એગ્રોકેમિકલના વેપારનું પ્રમાણ રૂ. 1,000 કરોડથી વધુ હોઈ શકે છે. અધિકારીઓ માને છે કે આ બાબતે ઘણા ઓપરેટરો સક્રિય છે, સમગ્ર ભારતમાં એજન્ટો, વિતરકો અને રિટેલર્સના નેટવર્ક દ્વારા કાર્યરત છે અને આ નિયમનકારી દેખરેખથી બચવા માટે વ્યવહારોનો નોંધપાત્ર હિસ્સો રોકડમાં કરવામાં આવે છે. અધિકારીઓને રાજકોટ મુખ્ય કેન્દ્ર હોવાનું જાણવા મળ્યું છે, જેમાં અંકલેશ્વરથી અનિયંત્રિત છૂટા બીજ અને લૂઝ એગ્રોકેમિકલ્સનો ગેરકાયદેસર પ્રસાર થતો હોવાનું જણાયું છે. ઘણા કિસ્સાઓમાં, "જૈવિક" વિકલ્પો તરીકે વેચાતા ઉત્પાદનોમાં રાસાયણિક અવશેષો જોવા મળ્યા હતા જેમાં ફરજિયાત મેન્ડેટરી ઇન્સેક્ટીસાઇડ્સ બોર્ડ (CIB) નોંધણીનો અભાવ જોવા મળ્યો હતો.












