ભાવનગર અમદાવાદ હાઈવે પર નારી ગામ નજીક દારુ ભરેલી કારનો અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ઈજા પામેલા બે વ્યક્તિઓના સારવાર દરમિયાન મોત નિપજ્યાં છે. કારમાંથી વિદેશી દારૂની 1176 બોટલ મળી આવી છે. ડ્રાઈવરે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. કારમાં સવાર ચારમાંથી બે લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે બે લોકોને ગંભીર ઈજા પહોંચી છે. કારમાંથી અલગ અલગ નંબર પ્લેટો પણ મળી આવી છે.


વિદેશી દારૂની 1176 બોટલ મળી આવી

ભાવનગર અમદાવાદ હાઈવે રોડ ઉપર નારી ગામ નજીક ગઈકાલે દારૂ ભરેલી કારનો અકસ્માત સજાર્યો હતો. જેમાં સારવાર દરમિયાન બે લોકોના મોત નિપજ્યા છે.ગઈ કાલ રાત્રીના સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર મહિલા સહિત ત્રણને ગંભીર ઈજા પહોંચી હતી. આ અકસ્માતમાં રેણુબેન અને યોગેન્દ્ર રાજપૂતનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. અકસ્માત બાદ કારમાંથી વિવિધ વિદેશી દારૂની 1176 બોટલ મળી આવી હતી.

કમલ પંડીત નામનો ઈસમ કાર ચલાવી રહ્યો હતો

કમલ પંડીત નામનો ઈસમ કાર ચલાવી રહ્યો હતો ત્યારે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા બલેનો કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી. કુલ ચારમાંથી બે લોકોના મૃત્યુ થયા જ્યારે અન્ય બે વ્યક્તિની સારવાર ચાલુ છે. કારમાં સવાર તમામ લોકો હરિયાણાથી ભાવનગર વિદેશી દારૂની બોટલો ભરીને આવી રહ્યા હતા. ત્યારે ભાવનગર નજીક જ નારી ગામ પાસે હાઇવે રોડ પર અકસ્માત સર્જાયો હતો.અકસ્માત બાદ કારમાંથી અલગ અલગ નંબર પ્લેટો પણ મળી આવી હતી. વરતેજ પોલીસમાં ગુનો દાખલ થયા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ  પણ વાંચોઃ Ahmedabad:સોનાની દાણચોરીની સિન્ડિકેટનો પર્દાફાશ,DRIએ 40 કરોડથી વધુનું સોનું અને 2.9 કરોડની રોકડ જપ્ત કરી


  • Follow us on: