પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા દેશના અન્ય રાજયોમાંથી પોરબંદર જિલ્લામાં મજુરી અર્થે આવેલ પરપ્રાંતીય મજુરોની સંખ્યા અને તેમના વતન સંબંધિત માહિતી મેળવવી અને જાળવણી ખુબ જ જરૂરી હોવાથી પોરબંદર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રેખાબા સરવૈયા દ્વારા જાહેરનામુ જાહેર કરવામાં આવ્યુ છે.
કર્મચારીઓની વિગતો પોલીસને મોકલવી પડશે
જાહેરનામાં અનુસાર પોરબંદર જિલ્લાના તમામ ખેડૂત, કંપની કોન્ટ્રાકટર્સ, કેટરર્સ, હોટલ-ગેસ્ટ હાઉસ સંચાલક, માલિક, ખાણ માલિક, લીઝ હોલ્ડર્સ તથા અન્ય ઉદ્યોગ વેપાર-ધંધા સાથે સંકળાયેલ માલિકોએ તેઓના યુનિટમાં કામ કરતા કર્મચારીઓ, કારીગરો, મજુરો કે ભાગીયા હાલમાં કામ ઉપર છે તેવા કાયમી, હંગામી રોજીંદા કે કોન્ટ્રાકટ પર રાખેલ પરપ્રાંતીય મજુરોની હકીકત દસ્તાવેજી પુરાવા સાથે નીચે મુજબની વિગતોનું રજીસ્ટર નિભાવવા અને તેની અમલવારી કરવા તથા તે અંગેની માહિતી આ જાહેરનામાંની તારીખથી દિવસ ૧૫ માં સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલવા હુકમ ફરમાવવામાં આવ્યો છે.
જાહેરનામાનો ઉલ્લધંન કરનાર સજાને પાત્ર
તેમજ નિયક કોલમ વાઇઝ રજીસ્ટરો પોતાને ત્યાં કામે રાખવામાં આવેલ તમામ પરપ્રાંતીય મજુરની નોંધણી અગાઉ કરાવેલ હોય તેમ છતાં હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ ફરીથી ઉપર મુજબની માહિતી સાથે જાહેરનામું પ્રસિધ્ધ થયેથી દિન-૧૫ સુધીમાં કરાવવાની જવાબદારી તેમને કામે રાખનાર-ખેડુત, કંપની, કોન્ટ્રાકટર્સ, કેટરર્સ, હોટલ-ગેસ્ટ હાઉસ સંચાલક, માલિક, ખાણ માલિક, લીઝ હોલ્ડર્સ વિગેરેની રહેશે.આગામી સમયમાં આવા પરપ્રાંતીય મજુરો આવ્યેથી તેઓને કામે રાખનાર- ખેડુત, કંપની, કોન્ટ્રાકટર્સ, કેટરર્સ, હોટલ-ગેસ્ટ હાઉસ સંચાલક, માલિક, ખાણ માલિક, લીઝ હોલ્ડર્સ તથા અન્ય ધંધા સાથે સંકળાયેલા માલિકે ઉપર દર્શાવ્યા મુજબની માહિતી દિન-૦૭સુધીમાં ફરજીયાત સબંધિત પોલીસ સ્ટેશન ખાતે આપવાની રહેશે.આ જાહેરનામું તા.૩૧/૧૨/૨૦૨૫ થી તા.૨૮/૦૨/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. તેમજ આ જાહેરનામાનો ઉલ્લધંન કરનાર સજાને પાત્ર થશે.
આ પણ વાંચોઃ TMKOCમાં પરત ફરશે દિશા વાંકાણી? કોસ્ટાર એક્ટરે કર્યો મોટો ખુલાસો