ગુજરાતમાં નાર્કોટિક્સ વિરૂદ્ધ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ માટે રાજ્યમાં કૂલ છ ઝોન બનાવવામાં આવ્યા છે. એન્ટી નાર્કોટિક્સ ફોર્સમાં 213 કર્મચારીઓ અને અધિકારીની ફાળવણી કરવામાં આવી છે.
213 કર્મચારીઓ અને અધિકારીઓની ફાળવણી
એન્ટી નાર્કોટિક્સ ફોર્સના એસપી લોકેશ યાદવે કહ્યું હતું કે, ગુજરાતમાં નાર્કોટિક્સ સામે કડક કામગીરી શરૂ કરવામાં આવી છે. આ માટે રાજ્યમાં કૂલ છ ઝોન બનાવવામાં આવ્યા છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ગાંધીનગર અને બોર્ડર રેન્જના યુનિટ સાથે આ ઝોન કાર્યરત થશે. રાજકોટ અને વડોદરા બાદ હવે અમદાવાદમાં યુનિટની શરૂઆત કરાઈ છે. એન્ટી નાર્કોટિક્સ યુનિટમાં 213 કર્મચારીઓ અને અધિકારીઓની ફાળવણી કરવામાં આવી છે.













