અમદાવાદમાં રાજ્યના ઈન્ચાર્જ DGP ડો. કે.એલ.એન. રાવની અધ્યક્ષતામાં રિજનલ ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં અમદાવાદ અને ગાંધીનગર રેન્જના અધિકારીઓ હાજર રહ્યાં હતાં. ખાસ કરીને ATS, CID ક્રાઈમ અને સાયબર વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતાં. આ કોન્ફરન્સ બાદ પોલીસવડાએ પત્રકારો સાથે ચર્ચાઓ કરી હતી.


ઇન્ચાર્જ DGPની અધ્યક્ષતામાં યોજાઇ કોન્ફરન્સ

રાજ્યના ઈન્ચાર્જ DGP ડો. કે.એલ.એન.રાવે જણાવ્યું હતું કે, અમદાવાદમાં યોજાયેલી ક્રાઈમ રિજનલ ક્રાઈમ કોન્ફરન્સમાં શહેરમાં બનતા ગંભીર ગુનાઓ બાબતે ચર્ચાઓ કરવામાં આવી છે. શહેરમા વધી રહેલી ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવાની જરૂર છે. આ ઉપરાંત સતત વધી રહેલા સાયબર ક્રાઈમને લગતા ગુનાઓ અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. મ્યુલ એકાઉન્ટ અંગે પણ કાર્યવાહી કરવામાં આવી છે. ડ્રગ્સને લગતા ગુના પણ રોકવા માટે પોલીસને સૂચના આપવામાં આવી છે.

ટ્રાફિકનો પ્રશ્ન હલ કરવા કાર્યવાહી કરાશે

અમદાવાદમાં વર્ષ 2025માં નોંધાયેલા ક્રાઈમને સમજવા માટે કેટલાક એનાલિસિસ જોયા છે. પોલીસ અને કોર્પોરેશન સાથે મળીને ટ્રાફિકનો પ્રશ્ન હલ કરવા કાર્યવાહી કરશે. પીએસઆઈથી લઈને પીઆઈ સુધીના પ્રમોશન મેળવેલા અધિકારીને ઝડપથી પોસ્ટિંગ મળે તે માટે કાર્યવાહી કરવામાં આવી છે.


આ પણ વાંચોઃ Surat News: યુપીથી કિશોરીને ભગાડી લાવનાર શખ્સની ધરપકડ


  • Follow us on: