અમદાવાદ શહેરના નરોડા પાટિયા વિસ્તારમાં આવેલી એક નોનવેજ દુકાનમાં ગૌમાંસ વેચાતું હોવાના આક્ષેપોને પગલે તણાવનો માહોલ સર્જાયો હતો. બજરંગ દળ અને વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરોએ સ્થળ પર પહોંચી વિરોધ નોંધાવ્યો હતો.
પોલીસે દુકાનમાં રેડ કરી માંસના સેમ્પલ એકત્રિત કર્યા
આક્ષેપોને ધ્યાનમાં રાખીને પોલીસે દુકાનમાં રેડ કરી માંસના સેમ્પલ એકત્રિત કર્યા છે. સેમ્પલોને વધુ તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં મોકલવામાં આવ્યા છે.













