અમદાવાદ શહેરના વસ્ત્રાલના એક યુવકને નિકોલ-નરોડા રોડ પર રિક્ષામાં બેસાડીને નરોડાના દાદા ગણાવતા ચાર શખ્સોએ માર મારવાની ઘટના સામે આવી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને ચારેય દાદાને પકડીને પોલીસ સ્ટેશન લાવી શાન ઠેકાણે લાવી હતી. નરોડાના આ ચાર દાદાઓએ પોલીસની સામે કાન પકડીને માફી માગી હતી
યુવકને રિક્ષામાં બેસાડી માર મારવામાં આવ્યો હતો
માહિતી અનુસાર, ભોગ બનનાર યુવકને રિક્ષામાં બેસાડી માર મારવામાં આવ્યો હતો. વિડીયો વાયરલ થતા નરોડા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને ઘટના સાથે સંકળાયેલા ચાર આરોપીઓની ધરપકડ કરી છે.













