અમદાવાદના નરોડા વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યાની ઘટના સામે આવી છે. રિક્ષામાં બેસાડીને એક યુવકને કેટલાક શખ્સોએ માર માર્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.


પોતાને ‘દાદા’ ગણાવતા એક શખ્સે યુવકને સતત લાફા ઝીંક્યા

વિડિયોમાં દેખાઈ રહ્યું છે કે, પોતાને ‘દાદા’ ગણાવતા એક શખ્સે યુવકને સતત લાફા ઝીંક્યા હતા.

પોતે “ઠાકોર સાહેબ નરોડાનો દાદા” હોવાનું બોલાવ્યું

મળતી માહિતી મુજબ, પીડિત યુવકને માત્ર 7 સેકંડમાં 8 થપ્પડ મારવામાં આવ્યા હતા. માર મારતા આરોપીએ પોતે “ઠાકોર સાહેબ નરોડાનો દાદા” હોવાનું બોલાવી દાદાગીરી દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો.

વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો

ઘટનાના કારણે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. વીડિયો વાયરલ થતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને સંડોવાયેલા શખ્સોની ઓળખ કરી કાર્યવાહી હાથ ધરવાની તૈયારી શરૂ કરી છે. સ્થાનિકોએ આવા અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવાની માંગ ઉઠાવી છે..


આ પણ વાંચો-----    Surendranagar : સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં AAPને મોટો ઝટકો, રાજુ કરપડાએ AAP માંથી રાજીનામું આપ્યું

  • Follow us on: