અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યાની ઘટના સામે આવી છે.


જાહેર રોડ પર કેટલાક યુવાનો વચ્ચે મારામારી

મળેલી માહિતી મુજબ જુહાપુરાંમાં ત્રણ બત્તી નજીક આવેલ બેસ્ટ સમોસા પાસે જાહેર રોડ પર કેટલાક યુવાનો વચ્ચે થયેલી મારામારીથી વિસ્તારમાં ઉત્તેજના છવાઇ ગઇ હતી.

યુવક ચપ્પુ સાથે ખુલ્લેઆમ ધમકી આપતો જોવા મળ્યો

યુવકો વચ્ચેની મારામારીની આ ઘટના દરમિયાન એક યુવક ચપ્પુ સાથે ખુલ્લેઆમ ધમકી આપતો જોવા મળ્યો હતો.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

માહિતી અનુસાર, સાંજના સમયે બે જૂથો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. વાત વકરી જતા બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. ઘટના દરમિયાન કોઈએ મોબાઇલમાં વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.

વાયરલ વીડિયોના આધારે પોલીસની તપાસ

વીડિયો વાયરલ થતા પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. પોલીસે વાયરલ થયેલા વીડિયોના આધારે આરોપીઓની શોધખોળ શરુ કરી હતી.


આ પણ વાંચો-----    Gir Somnath News : ગીર સોમનાથના ગીર વિવાન રિસોર્ટમાં દારૂની મહેફિલમાં પોલીસની રેડ, રિસોર્ટના સંચાલક સહિત ત્રણની ધરપકડ

  • Follow us on: