ગુજરાતમાં અકસ્માતની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. હીટ એન્ડ રનના બનાવો સતત પ્રકાશમાં આવી રહ્યાં છે. ત્યારે આજે રાજ્યમાં હીટ એન્ડ રનના બે બનાવોમાં એક યુવકનું મોત નિપજ્યું છે. જ્યારે ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી છે. બંને બનાવોમાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જેતપુર શહેરના જૂનાગઢ રોડ પર હીટ એન્ડ રન
ગુજરાતમાં થયેલા હીટ એન્ડ રનના બે બનાવો પૈકીનો એક બનાવ રાજકોટના જેતપુરમાં સામે આવ્યો છે. શહેરના જૂનાગઢ રોડ પર અજાણ્યા વાહન ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધો હતો. બાઈક પર સવાર ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા હતાં. પોલીસે અકસ્માત સર્જનાર સામે ગુનો નોધી તેની શોધખોળ હાથ ધરી છે.













