ગુજરાતમાં હવામાનમાં ફેરફાર થઈ રહ્યો છે. વહેલી સવાર અને રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં કચ્છનું નલિયા સૌથી ઠંડુ શહેર બનતું હોય છે. આજે નલિયા કરતાં દાહોદ સૌથી ઠંડુ શહેર બન્યું છે. નલિયા કરતાં દાહોદમાં સૌથી ઓછુ તાપમાન નોંધાયું છે. દાહોદમાં 10.09 અને નલિયામાં 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
13 જિલ્લાઓમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રીથી નીચુ નોંધાયું
રાજ્યમાં ઠંડીના ચમકારા વચ્ચે 13 જિલ્લાઓમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રીથી નીચુ નોંધાયું છે. જેમાં અમરેલીમાં 11.2, રાજકોટમાં 12.6, અમદાવાદમાં 14.9, ડીસામાં 13.8, ગાંધીનગરમાં 14.1, વડોદરામાં 12.4, ભુજમાં 14.3, કંડલામાં 13.9, ભાવનગરમાં 14.6, પોરબંદરમાં 13.4 અને મહુવામાં 13.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.













