ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે.રાજ્યમાં કચ્છનું નલિયા શહેર સૌથી ઠુંડુ શહેર બન્યું છે.રાજ્યના મોટાભાગના શહેરોમાં 15 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે.હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી સાત દિવસ સુધી લઘુતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જેના કારણે ઠંડીનો અનુભવ સતત ચાલુ રહેશે.
સૌથી નીચુ 09 ડિગ્રી તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહશે. મોટાભાગના વિસ્તારોમાં 14 ડિગ્રી સુધી તાપમાન રહેશે. પવનની ગતિ 15થી 20 કિ.મી પ્રતિ કલાક રહેશે. આગામી દિવસોમાં પવનની ગતિમાં વધારો થતાં ઠંડીનો અહેસાસ થશે. અત્યાર સુધીમાં રાજ્યમાં સૌથી નીચુ 09 ડિગ્રી તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવન ફૂંકાશે. આગામી સાત દિવસ સુધી લઘુતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જેના કારણે ઠંડીનો અનુભવ સતત ચાલુ રહેશે.













