ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે.રાજ્યમાં કચ્છનું નલિયા શહેર સૌથી ઠુંડુ શહેર બન્યું છે.રાજ્યના મોટાભાગના શહેરોમાં 15 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે.31 ડિસેમ્બરથી રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડશે.હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી સાત દિવસ સુધી લઘુતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જેના કારણે ઠંડીનો અનુભવ સતત ચાલુ રહેશે.


રાજ્યભરમાં ઠંડીનો ચમકારો યથાવત

સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાયો છે. કચ્છના નલિયામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે. નલિયા રાજ્યમાં સૌથી ઠંડુ શહેર બન્યું છે. આ ઉપરાંત અમદાવાદમાં 13.8, ગાંધીનગરમાં 13.5, કંડલા એરપોર્ટમાં 11.5, અમરેલીમાં 12, ડીસામાં 12.8, વડોદરામાં 13, રાજકોટમાં 13.2, પોરબંદરમાં 13.4 વલ્લભ વિદ્યાનગરમાં 15.5, ભુજમાં 14.4, ભાવનગરમાં 15.4, સુરેન્દ્રનગરમાં 15.5, મહુવામાં 15.3, કેશોદમાં 15.5, દમણમાં 15, દ્વારકા 17.6, દીવમાં 16.6, સુરતમાં 19.4, વેરાવળમાં 19.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

સવારના સમયે ઠંડીનો જોરદાર ચમકારો

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં હાલમાં ઉત્તરથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના પરિણામે ખાસ કરીને સવારના સમયે ઠંડીનો જોરદાર ચમકારો અનુભવાશે.આ પરિસ્થિતિ 14 ડિસેમ્બર સુધી સામાન્ય રહેવાની શક્યતા છે.પવનની ગતિ વધુ હોવાથી લઘુતમ તાપમાન ભલે સ્થિર રહે, પરંતુ શીતલહેર જેવી ઠંડીનો અહેસાસ જારી રહેશે. ખેડૂતોને તેમના રવિપાકની જાળવણી માટે આ ઠંડું હવામાન સાનુકૂળ રહેશે, જોકે લોકોને ઠંડીથી બચવા માટે જરૂરી તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે.


આ પણ વાંચોઃ Patan: સિદ્ધપુરમાં થયેલી દુકાનચોરીનો ભેદ ઉકેલાયો : 3 શખ્સો ઝડપાયાં


  • Follow us on: