ગુજરાતમાં ફરીવાર ઠંડીનો ચમકારો શરૂ થયો છે. વહેલી સવાર અને રાતના સમયે વાતાવરણમાં તીવ્ર ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા તાપમાન અંગે આગાહી કરવામાં આવી છે. આગામી સાત દિવસ સુધી હવામાનમાં કોઈ ફેરફાર નહીં થાય. તાપમાન અને વાતાવરણ યથાવત રહેશે. આજે કચ્છનું નલિયા રાજ્યમાં સૌથી ઠંડુ શહેર બન્યું હતું. નલિયામાં આજે 10 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.


આગામી સાત દિવસ હવામાનમાં કોઈ ફેરફાર નહીં થાય

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સાત દિવસ હવામાનમાં કોઈ ફેરફાર નહીં થાય. વાતાવરણ અને તાપમાન યથાવત રહેશે. રાજ્યમાં ઉત્તર પૂર્વથી પવનો ફૂંકાઈ રહ્યાં છે. અમદાવાદમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રી સુધી રહેશે. જ્યારે કચ્છના નલિયામાં સૌથી ઓછું 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં સામાન્યથી નીચું તાપમાન નોંધાયું છે. મોટાભાગના શહેરોમાં તાપમાન 15 ડિગ્રી આસપાસ નોધાયું છે.

31 ડિસેમ્બર પછી હાડ થીજવતી ઠંડીનો અનુભવ થશે

રાજ્યમાં 22 ડિસેમ્બર આસપાસ હજુ ઠંડી યથાવત્ રહેશે. ત્યાર બાદ 31 ડિસેમ્બર પછી હાડ થીજવતી ઠંડીનો અનુભવ થશે. વહેલી સવાર અને રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે જેના કારણે લોકો ગરમ કપડાંમાં લપેટાઈ રહ્યાં છે. નલિયામાં સૌથી ઓછું 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં 12.6, ડીસામાં 13.7, અમરેલીમાં 13.9, રાજકોટમાં 14.8,ગાંધીનગરમાં 14.8, પોરબંદરમાં 14.4, અમદાવાદમાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.


આ પણ વાંચોઃ Ahmedabad News : બહેરામપુરાના કોર્પોરેટરના પુત્ર સામે કરોડોની જમીન પચાવવાની ફરિયાદ, કાયદાનો સકંજો કસાયો


  • Follow us on: