ગુજરાતમાં ફરીવાર ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારો શરૂ થયો છે. રાજ્યમાં બેવડી ઋતુના અહેસાસ વચ્ચે ઠંડીનો ચમકારો શરૂ થયો છે. પવનની ગતિમાં વધારો થતાં ઠંડીમાં વધારો થયો છે. રાજ્યમાં 10થી 15 કિ.મી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાયો છે. રાજ્યમાં સૌથી ઓછું 10.06 ડિગ્રી તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું છે. બે દિવસ બાદ ઠંડીમાં વધારો થશે.
ઠંડીનો ચમકારો બે દિવસ બાદ વધશે
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં ઠંડીનો ચમકારો બે દિવસ બાદ વધશે. ઉત્તર પૂર્વ દિશામાંથી પવન ફૂંકાતા ઠંડીની અસરમાં વધારો થશે. સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાશે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહેશે. વહેલી સવારે પવનની ગતિમાં વધારો થયો છે. રાજ્યમાં ઉત્તર દિશા તરફથી 10થી 15 કિ.મીની ગતિએ પવન ફૂંકાવાના શરૂ થયા છે. જેના કારણે ફરીવાર ઠંડી શરૂ થઈ ગઈ છે.













