ગુજરાતમાં હાલમાં ડબલ સિઝનનો અનુભવ થઈ રહ્યો છે. બીજી તરફ ઉત્તર પૂર્વ તરફથી ફૂંકાઈ રહેલા ગરમ પવનોને કારણે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. આ દરમિયાન ફરી એક વાર માવઠાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હવામાનમાં પલટો આવી શકે છે. જેમાં ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લીમાં માવઠું થવાની શક્યતાઓ છે.
ગાજવીજ સાથે માવઠું પડી શકે છે
આ ઉપરાંત મધ્યગુજરાતમાં મહિસાગર અને દાહોદ જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં માવઠું થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફના સંયુક્ત પ્રભાવને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને ગાજવીજ સાથે માવઠું પડી શકે છે.













