ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ઠંડીનું પ્રમાણ વધશે. આગામી દિવસોમાં તાપમાન નીચું જવાની શક્યતાઓ છે. તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાશે. રાજ્યમાં 24 કલાક બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે અને ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાતા ઠંડીનું જોર વધ્યું છે.
કેશોદમાં 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું
હવામાન વિભાગ પ્રમાણે રાજ્યમાં સૌથી નીચું તાપમાન કેશોદમાં 12.8 ડિગ્રી નોંધાયું છે. અમદાવાદમાં 17.2,ગાંધીનગરમાં 16.5, ડીસામાં 14.9,વલ્લભ વિદ્યાનગર 16.6, વડોદરામાં 14.2, સુરતમાં 19.4માં, દમણમાં 17, ભુજમાં 17.2, નલિયામાં 15.2, કંડલા એરપોર્ટમાં 15, અમરેલીમાં 13,ભાવનગરમાં 16, રાજકોટ 14.5, વેરાવળમાં 16.9, દિવમાં 13.2, સુરેન્દ્રનગરમાં 16, મહુવામાં 14.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે.













