ગુજરાતમાં હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. રાજ્યમાં આગામી સાત દિવસમાં વાતાવરણ સૂકૂ રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં હજુ ઠંડીમાં વધારો થશે. આગામી દિવસોમાં તાપમાન વધુ નીચુ જશે. રાજ્યમાં 24 કલાક બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે અને ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાતા ઠંડીનું જોર વધ્યું છે.નલિયામાં સૌથી ઓછું 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
હજી વધુ પ્રમાણમાં તાપમાન નીચુ જવાની શક્યતાઓ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદમાં લઘુતમ તાપમાન 17.2 ડિગ્રી રહેવાની સંભાવનાઓ છે. જ્યારે ગાંધીનગરમાં 16.5 ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 4 કલાકમાં જૂનાગઢના કેશોદમાં 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જેમાં સૌથી વઘુ લઘુતમ તાપમાન ઓખામાં 22 ડિગ્રી રહ્યુ છે. આગામી દિવસોમાં રાજ્યમા હજી વધુ પ્રમાણમાં તાપમાન નીચુ જવાની શક્યતાઓ છે.













