ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. રાજ્યમાં ભર શિયાળામાં બેવડી ઋતુનો પણ અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે આગામી 48 કલાક સુધી રાજ્યમા તાપમાન યથાવત રહેશે. 48 કલાક બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. રાજ્યમાં આજે કચ્છના નલિયામાં સૌથી ઓછું 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.


48 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે

ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે. તેની સાથે બેવડી ઋતુનો પણ અહેસાસ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 48 કલાક બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. જેના કારણે ઠંડીનો ચમકારો અનુભવાશે. રાજ્યમાં કચ્છના નલિયામાં સૌથી ઓછું 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. નલિયા રાજ્યમાં સૌથી ઠંડુ શહેર બન્યું છે.

નલિયામાં 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું

રાજ્યમાં નલિયામાં 12.6, અમરેલીમાં 13.2, અમદાવાદમાં 14.8, ડીસામાં 13.6, દીવમાં 14.7, પોરબંદરમાં 14.2 અને રાજકોટમાં 14.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં ઉત્તર તરફના પવનો ફૂંકાવાને લીધે ઠંડીની અસરમાં સહેજ ફેરફાર જોવા મળ્યો છે. પરંતુ આગામી 48 કલાક બાદ તાપમાન નીચુ જતા જ ફરી ઠંડીની અસર અનુભવાશે. આગામી 48 કલાક તાપમાન યથાવત રહેશે. 


આ પણ વાંચોઃ Gir Somnath : તાલાલામાં 15 કલાકમાં ભૂકંપના 9 આંચકા આવ્યા, વહેલી સવારે લોકો ઘરની બહાર દોડી ગયા


  • Follow us on: