હવામાન વિભાગે નવા વર્ષની શરૂઆતમાં રાજ્યમાં ઠંડીના વધારાની આગાહી કરી છે. નવા વર્ષની શરૂઆતમાં ઠંડીનો ચમકારો અનુભવાશે


ઉત્તર-પૂર્વ- પૂર્વ પવન ફૂંકાવા શરૂ

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ઉત્તર-પૂર્વ- પૂર્વ પવન ફૂંકાવા શરૂ થઈ રહ્યા છે, જે વહેલી સવારે ઠંડીમાં વધારો કરશે. આ પવનની અસરથી રાજ્યના અલગ- અલગ વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થશે.

તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 5 દિવસ દરમિયાન તાપમાન યથાવત રહેશે, પરંતુ 5 દિવસ પછી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે.

નલિયાનું લઘુતમ તાપમાન 11.2°C નોંધાયુ

આજે નલિયાનું લઘુતમ તાપમાન 11.2°C નોંધાયુ હતું જ્યારે અમદાવાદમાં લઘુતમ તાપમાન 15.1°C અને અમરેલીમાં લઘુતમ તાપમાન 13.8°C નોંધાયું હતું.


આ પણ વાંચો-----   Gujarat Flashback 2025 : ગુજરાત પોલીસનું ઓપરેશન મ્યુલ હન્ટ..489ની ધરપકડ, 1,708 કરોડની છેતરપિંડીનો પર્દાફાશ

  • Follow us on: