ગરમીને લઈ હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યના 17 જિલ્લામાં હિટવેવ સાથે યલો એલર્ટની આગાહી કરાઈ છે. કેટલાક જિલ્લામાં 41 ડિગ્રી તાપમાન રહેશે.કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, મોરબી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, ભરૂચ, વડોદરા, સુરતમાં હિટવેવ સાથે યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે.
માર્ચની શરૂઆતમાં જ આકરો તાપ શરૂ થયો
રાજકોટમાં ગરમીનો પારો 39 ડિગ્રીએ પહોંચ્યો છે. માર્ચની શરૂઆતમાં જ આકરો તાપ શરૂ થયો છે. ગરમીને લીધે રાજકોટના રસ્તા ખાલીખમ જોવા મળી રહ્યાં છે. શહેરમાં કોરોનાના લોક ડાઉન જેવો માહોલ સર્જાયો છે. ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણાના સહારે જોવા મળી રહ્યાં છે. સુરતમાં પણ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. સુરતમાં તાપમાનનો પારો 38 ડિગ્રીએ પહોંચ્યો છે. લોકોએ ભર બપોરે બહાર નીકળવાનું ટાળ્યું છે.













