શિક્ષણ બોર્ડ દ્વારા ૨૯ માર્ચના રોજ લેવાનારી ગુજકેટની હોલ ટિકિટ આવતીકાલ ૧૭ માર્ચના રોજ અપલોડ કરાશે. સ્કૂલો બોર્ડની વેબસાઈટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. આ વખતે ગુજકેટ માટે રાજ્યભરમાંથી ૧,૩૫,૮૭૫ વિદ્યાર્થી નોંધાયા છે, જે ગત વર્ષની સરખામણીએ પ હજાર જેટલા વધુ વિદ્યાર્થી નોંધાયા છે.


એડમિશન કાર્ડ ડાઉનલોડ કરવાની સુવિધા

ઉમેદવારોને હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે ગુજકેટ-૨૦૨૬ માટે ભરેલા આવેદનપત્રમાં નોંધાયેલા મોબાઈલ નંબર અથવા ઈ-મેઇલ આઈડી અને જન્મ તારીખ અથવા એપ્લિકેશન નંબર દાખલ કરવો પડશે. ઉપરાંત ઉમેદવારો પોતાના નામ દ્વારા પણ એડમિશન કાર્ડ શોધી શકશે અને ત્યારબાદ જન્મ તારીખની વિગતો દાખલ કરીને તેને ડાઉનલોડ કરી શકશે.શાળાઓને પણ પોતાના ઈન્ડેક્સ નંબર અને રજીસ્ટર્ડ મોબાઈલ નંબર દ્વારા લોગ-ઈન થઈ પોતાની શાળાના વિદ્યાર્થીઓના ગુજકેટ-૨૦૨૬ માટેના એડમિશન કાર્ડ ડાઉનલોડ કરવાની સુવિધા આપવામાં આવી છે.

શાળાઓ હોલ ટિકિટ ડાઉનલોડ કરી વિદ્યાર્થીઓેને આપી શકશે

શાળાઓ આ હોલ ટિકિટ ડાઉનલોડ કરીને પોતાના વિદ્યાર્થીઓને વિતરણ પણ કરી શકશે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે, ગુજકેટ-૨૦૨૬ માટેના એડમિશન કાર્ડ ફક્ત ઓનલાઈન માધ્યમથી જ ઉપલબ્ધ રહેશે અને તે જ પરીક્ષા ખંડમાં પ્રવેશ માટે માન્ય રહેશે. હોલ ટિકિટ પર શાળાના આચાર્યની સહી અથવા સિક્કાની જરૂર રહેશે નહીં.


આ પણ વાંચોઃ Ahmedabadના થલતેજમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગના કૌભાંડનો પર્દાફાશ, પોલીસે એકની કરી ધરપકડ


  • Follow us on: