અમદાવાદ શહેરની સ્થાપના ઈ.સ. 1411માં સુલતાન અહમદશાહ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ શહેરને સુરક્ષિત રાખવા માટે શહેરની આસપાસ મજબૂત દીવાલ અને અનેક દરવાજાઓ બનાવવામાં આવ્યા હતા. દરિયાપુર દરવાજો એ તે સમયના મહત્વના 12 દરવાજાઓમાંથી એક માનવામાં આવે છે.
દરવાજો શહેરમાં પ્રવેશ માટેનો મુખ્ય માર્ગ
આ દરવાજો શહેરમાં પ્રવેશ માટેનો મુખ્ય માર્ગ હતો. વેપારીઓ, મુસાફરો અને સૈનિકો અહીંથી શહેરમાં પ્રવેશતા. તે સમયના લોકો માટે આ દરવાજો સુરક્ષા અને વ્યવસ્થાનો પ્રતિક હતો. દરિયાપુર વિસ્તારનું નામ પણ આ દરવાજાના નામ પરથી પડ્યું છે. આજે પણ આ વિસ્તાર ખૂબ જ જીવંત અને વ્યસ્ત છે.
સ્થાપત્ય અને રચના
દરિયાપુર દરવાજો પથ્થરથી બનાવવામાં આવ્યો છે. તેની રચના મજબૂત અને સાદગીભરી છે, પરંતુ તેમાં કળાત્મક સુંદરતા સ્પષ્ટ જોવા મળે છે. ઉપર આર્ચ આકાર, બાજુએ જાડા થાંભલા અને મજબૂત દિવાલો તેને ભવ્ય બનાવે છે. જૂના સમયમાં આ દરવાજા પર રાત્રે દરવાજા બંધ કરી દેવામાં આવતા, જેથી શહેર સુરક્ષિત રહે. આજે ભલે દરવાજા બંધ થતા ન હોય, પરંતુ તેની રચના એ સમયની સુરક્ષા વ્યવસ્થાની યાદ અપાવે છે.
આજની સ્થિતિ
આજે દરિયાપુર દરવાજો અમદાવાદના હેરિટેજનો મહત્વનો ભાગ છે. 2017માં અમદાવાદને “વર્લ્ડ હેરિટેજ સિટી”નો દરજ્જો મળ્યા પછી આવા ઐતિહાસિક સ્થળોનું મહત્વ વધુ વધ્યું છે. હાલમાં દરવાજા આસપાસ ટ્રાફિક અને વેપાર ખૂબ વધી ગયો છે. ભારે વાહન વ્યવહારના કારણે ઐતિહાસિક દરવાજાઓને નુકસાન ન થાય તે માટે મહાનગરપાલિકા અને સંબંધી તંત્ર દ્વારા સંરક્ષણના પ્રયાસો કરવામાં આવે છે. કેટલાક સમયમાં હેરિટેજ દરવાજાઓમાંથી ભારે વાહનોને રોકવા અંગે ચર્ચા પણ થઈ છે.
વિસ્તાર આજે પણ બજારો
આ વિસ્તાર આજે પણ બજારો, રહેણાંક મકાનો અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી જીવંત છે. તહેવારો અને ખાસ પ્રસંગોએ અહીં ખાસ ચહલપહલ જોવા મળે છે. દરિયાપુર દરવાજો માત્ર પથ્થરનો બનેલો એક જૂનો દરવાજો નથી. તે અમદાવાદના ગૌરવ, સુરક્ષા અને સંસ્કૃતિનું પ્રતીક છે. સદીઓ જૂની આ રચના આજે પણ આપણને યાદ અપાવે છે કે આપણા શહેરનો ઈતિહાસ કેટલો સમૃદ્ધ છે.
આ પણ વાંચો : Happy birthday Ahmedabad : 50 રૂપિયાથી શરૂ થતી લાઇટ્સ! ગાંધી રોડ માર્કેટની ખાસ વાત