હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સહિત વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. ચૈત્ર મહિનામાં ચોમાસાનો માહોલ જોવા મળ્યો છે.અમદાવાદ શહેર અને જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે પવન ફૂંકાયો છે અને ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ હતી.ભારે પવનને કારણે રસ્તાઓ પર ધુળની ડમરીઓ ઉડી હતી. રસ્તે પસાર થનારા વાહન ચાલકો પવનને કારણે મુશ્કેલીમાં મુકાયા હતાં.
20 વૃક્ષો ધરાશાયી થયા હોવાની વિગતો
અમદાવાદ શહેરમાં ભારે પવનને કારણે 20 વૃક્ષો ધરાશાયી થયા હોવાની વિગતો સામે આવી છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 20 વૃક્ષો ધરાશાયી થયા હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.અમદાવાદના નારોલ,ઈસનપુર અને મણીનગર સહિતના વિસ્તારોમાં 15થી 20 કિ.મીની ઝડપે પવન ફૂંકાયો હતો. S.G. હાઈવે, વસ્ત્રાપુર, મેમનગર, વિજય ચાર રસ્તા પાસે વરસાદ વરસ્યો હતો.













