અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા વ્યસ્ત સુભાષબ્રિજની હાલત અંગે આજે મ્યુનિસિપલ કોર્પોરેશનને કન્સલ્ટન્ટ એજન્સી દ્વારા વિગતવાર રિપોર્ટ સોંપવામાં આવશે. પ્રાથમિક તારણો મુજબ, બ્રિજના પિલરની મજબૂતાઈ સારી છે પરંતુ તેના ઉપરના ભાગ એટલે કે સ્પાનમાં ગંભીર ખામીઓ જોવા મળી છે. એજન્સીએ ત્રણ મુખ્ય વિકલ્પો સૂચવ્યા છે, જેમાં બ્રિજને સંપૂર્ણ તોડીને નવો બનાવવો, ક્ષતિગ્રસ્ત સ્પાન નીચે નવા પિલર ઊભા કરવા અથવા સ્ટીલ સ્ટ્રક્ચર દ્વારા તેને ફરી કાર્યરત કરવો. આ રિપોર્ટ મળ્યા બાદ મનપા દ્વારા તેને રાજ્ય સરકારને મોકલવામાં આવશે.


સુભાષબ્રિજ પર મોટો નિર્ણય

આગામી કલાકોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં હાઈલેવલ કમિટીની મહત્વની બેઠક મળવાની શક્યતા છે. આ બેઠકમાં બ્રિજના ભવિષ્ય અને શહેરીજનોની સલામતીને ધ્યાનમાં રાખીને આખરી નિર્ણય લેવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જો બ્રિજના સ્પાન બદલવાની અથવા રિનોવેશનની કામગીરી હાથ ધરાશે, તો વાહનવ્યવહાર માટે આ બ્રિજ લાંબા સમય સુધી બંધ રહી શકે છે. નાગરિકોની હાલાકી ટાળવા અને ટ્રાફિકના કાયમી ઉકેલ માટે સરકાર નવો ફોરલેન બ્રિજ બનાવવાના વિકલ્પ પર ગંભીરતાથી વિચાર કરી રહી છે.

આ પણ વાંચો : Ahmedabad News : પત્નીને રહેંસી નાખ્યા બાદ પતિનો ગળે ફાંસો ખાઈ આપઘાત, પોલીસ તપાસ શરૂ...



  • Follow us on: