અમદાવાદ LCB ઝોન-2ની ટીમે મદારી ગેંગના સભ્ય રાહુલનાથ મદારીની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે, આરોપી નાગાબાબાનો વેશ ધારણ કરીને વૃદ્ધ દંપતિને ચમત્કાર બતાવી સોનાના દાગીના લઈને છેતરપિંડી કરતો હતો.


 વૃદ્ધોને મંદિર અથવા ધર્મશાળાનું સરનામું પૂછીને વિશ્વાસ જીતતા

પીડિતો પાસેથી મળતી માહિતી મુજબ, ગેંગના સભ્યોએ વૃદ્ધોને મંદિર અથવા ધર્મશાળાનું સરનામું પૂછીને વિશ્વાસ જીતતા હતા અને તેમની સાથે વાતો કરતા હતા

 ઉજ્જૈનથી મોટા સાધુ આવ્યા છે અને તેમના દર્શન માટે પડાપડી થાય છે

ત્યારબાદ આ શખ્સો ઉજ્જૈનથી મોટા સાધુ આવ્યા છે અને તેમના દર્શન માટે પડાપડી થાય છે. ગાડીમાં મોડા સાધુ બેઠા છે. સોનાના દાગીના લઇને દાગીના પરત આપવામાં આવશે તેવી ખાતરી આપીને છેતરપિંડી કરા હતા

વિવિધ શહેરમાં પણ ગુના નોંધાયેલા છે

આ મદારી ગેંગ વિરુદ્ધ અગાઉ ગાંધીનગર, રાજકોટ, પોરબંદર અને ભાવનગરમાં પણ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને ભવિષ્યમાં એવા વધુ ગુનાઓ અટકાવવા પગલાં લઈ રહી છે.


આ પણ વાંચો-----    Vadodara : અકોટા બ્રિજ પાસે બાઈક અકસ્માતમાં યુવકના થયેલા મોતમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, યુવકે તેના મોંઢા પર પ્લાસ્ટિકની કોથળી કેમ બાંધી ?

  • Follow us on: