અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી નેશનલ સ્કૂલની બહાર વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે થયેલી જૂની અદાવતની માથાકૂટે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં ઘાટલોડિયા પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા દેવ વણઝારા નામના શખ્સની ધરપકડ કરી છે. વિગતો મુજબ, દેવનો ભાઈ આ જ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને તેના ભાઈની અન્ય વિદ્યાર્થીઓ સાથે માથાકૂટ થઈ હતી. પોતાના ભાઈનો પક્ષ લઈને આવેલા દેવે અન્ય 3 શખ્સો સાથે મળીને એક સગીર વિદ્યાર્થીને બેરહેમ રીતે માર માર્યો હતો અને આવેશમાં આવીને તેને હાથના ભાગે છરી ઝીંકી દીધી હતી.


નેશનલ સ્કૂલ હિંસા કેસ

આ હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર ઘટનામાં કુલ 4 વિદ્યાર્થીઓ અને અન્ય 3 બહારના શખ્સો સામેલ હતા. પોલીસે હાલમાં દેવ વણઝારાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે આ ગુનામાં સામેલ અન્ય સગીર વયના 8 વિદ્યાર્થીઓ વિરુદ્ધ પણ કડક પગલાં ભરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સ્કૂલ બહાર થયેલી આ ઘટનાને પગલે વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચો : Anand માં બ્રિજ નિર્માણ દરમિયાન મોટી દુર્ઘટના, ગંભીરા પાસે મહીસાગર નદી પર શ્રમિક ઊંચાઈથી પટકાયો

  • Follow us on: