અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ગત રવિવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાઈ હતી. આ મેચ જોવા માટે દેશ વિદેશના હજારો ક્રિકેટ પ્રેમીઓ સ્ટેડિયમમાં પહોંચ્યા હતાં. ત્યારે અમદાવાદ મેટ્રો ટ્રેન દ્વારા પણ આ મેચ દરમિયાન દર્શકોને સ્ટેડિયમ સુધી જવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. જેના કારણે એક જ દિવસમાં મેટ્રોને 10.45 લાખ રૂપિયાની આવક થઈ હતી.


1.61 લાખથી વધુ મુસાફરોએ મેટ્રો ટ્રેનનો લાભ લીધો

અમદાવાદમાં યોજાયેલી T-20 ક્રિકેટ ફાઈનલના દિવસે શહેરની મેટ્રો રેલને ખાસ લાભ મળ્યો છે. ફાઈનલ મેચના દિવસે મેટ્રો દ્વારા રૂ. 10.45 લાખથી વધુ આવક નોંધાઇ હતી, જ્યારે 1.61 લાખથી વધુ મુસાફરોએ મેટ્રો ટ્રેનનો ઉપયોગ કર્યો.સ્ટેડિયમ નજીક મેટ્રો સ્ટેશનની હાજરીના કારણે લોકો માટે મેટ્રો સૌથી પસંદગીની પરિવહન સેવા બની છે. મુંબઈ અને અન્ય શહેરોમાંથી આવતા ક્રિકેટપ્રેમીઓએ પણ મેટ્રોનો ઉપયોગ કરીને સરળ રીતે સ્ટેડિયમ પહોંચી શક્યા હતાં.

ફાઈનલ મેચના દિવસે મોડી રાત સુધી મેટ્રો દોડાવી હતી

ફાઈનલ મેચના દિવસે મુસાફરોની વધેલી સંખ્યા ધ્યાને રાખીને મેટ્રો અધિકારીઓએ મોડી રાત સુધી ટ્રેન સેવા જારી રાખી હતી. જેથી લોકો સુરક્ષિત અને સમયસર યાત્રા કરી શકે.આ પ્રયાસને લોકોએ ખૂબ પ્રશંસા આપી છે.મેટ્રો રેલ માટે આ દિવસ વિશેષરૂપે મહત્વનો રહ્યો, કારણ કે રમતપ્રેમીઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આવકમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો.

આ પણ વાંચોઃ Rajkot News: પોલીસ કર્મીએ પરીણિત હોવાની હકીકત છુપાવી, યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું



  • Follow us on: