આવકવેરા વિભાગે ઓપરેશન સક્ષમ નજ અંતર્ગત ગુજરાત સહિત દેશભરમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે.આ અભિયાન હેઠળ હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં કરચોરી સામે મોટી સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યના મુખ્ય શહેરોમાં આવકવેરા વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. આ દરમિયાન અનેક હોટલ અને રેસ્ટોરન્ટ્સના બિલો અને વેચાણના રેકોર્ડની તપાસ કરવામાં આવી હતી.
કરોડો રૂપિયાની કરચોરી સામે આવી
આ સમગ્ર તપાસમાં આવકવેરા વિભાગે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીની મદદ લીધી હતી. AI દ્વારા દેશભરના લગભગ 1.77 લાખ રેસ્ટોરન્ટ્સના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.તપાસ દરમિયાન અનેક રેસ્ટોરન્ટ્સ દ્વારા વાસ્તવિક વેચાણમાંથી મોટી રકમ જાહેર ન કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. જેના કારણે કરોડો રૂપિયાની કરચોરી સામે આવી છે.













