અમદાવાદમાં બલોલનગર વિસ્તારમાં સોમવારે સાંજે ફરી એક મારામારીની ઘટના સામે આવી છે. બલોલનગરના ચાર રસ્તા પાસે વિશ્વકર્મા સોસાયટીમાં લોકો વચ્ચે ઉગ્ર વિવાદ દરમિયાન સામસામે પથ્થરમારો થયો હતો જેથી દોડધામ થઇ ગઇ હતી.
પોલીસ સ્થળ પર પહોંચી
સ્થાનિક રહેવાસીઓ અને લોકોની જાણકારી મળતાં જ શહેર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધારીને ટોળાને કાબુમાં લીધું હતું













