અમદાવાદ જિલ્લાના સાણંદ-વિરમગામ હાઈવે પર આજે એકાએક આગની મોટી ઘટના સામે આવતા અફરાતફરી મચી ગઈ હતી. સાણંદના છારોડી નજીક આવેલા ઈન્દિરાનગર વિસ્તારમાં એક સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના કાળા ગોટા કિલોમીટરો દૂર સુધી આકાશમાં જોવા મળ્યા હતા.


વિસ્તારમાં ભયનો માહોલ

રહેણાંક વિસ્તારની નજીક આવેલા આ ગોડાઉનમાં આગ લાગતા સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. આગના પગલે સમગ્ર ઈન્દીરાનગર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, ગોડાઉનમાં રહેલો સ્ક્રેપનો મોટો જથ્થો આગની લપેટમાં આવી જતા મિનિટોમાં જ બળીને ખાખ થઈ ગયો છે.

ફાયર બ્રિગેડની કામગીરી

ઘટનાની જાણ થતા જ સાણંદ ફાયર વિભાગની 2 ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. સદનસીબે, આ મોટી દુર્ઘટનામાં હજુ સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, જે મોટી રાહતની વાત છે. જોકે, ગોડાઉન સંચાલકને મોટા આર્થિક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.


આ પણ વાંચો - Local Body Elections 2026: દિયોદરમાં ધારાસભ્યે કર્યા દંડવત પ્રણામ, ભાજપ અને પોતાની ભૂલની માંગી માફી


  • Follow us on: