ગુજરાતમાં આ વખતે ગરમી વધુ તીવ્ર બનશે. કેન્દ્રીય હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ચાલુ મહિને ગરમીનું જોર વધશે. આગામી ત્રણ ચાર દિવસમાં ગરમીમાં વધારો નોંધાશે.તાપમાન સામાન્ય સ્તરથી ઉપર રહેશે.સમગ્ર ગુજરાતમાં તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે.ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ ક્ષેત્રમાં વધુ અસર જોવા મળશે. રાજ્યમાં આગ ઝરતી ગરમી વચ્ચે ચોમાસાને લઈને આગાહીકાર મનસુખ સુવાગીયાએ મોટી આગાહી કરી છે.


વાવણી માટે ત્રણ તબક્કા જાહેર કરાયા

આજે આગાહીકારોની એક બેઠક મળી હતી જેમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે, આ વખતે ગુજરાતમાં 40થી 50 ઈંચ વરસાદ ખાબકશે. જળક્રાંતિ ટ્રસ્ટ બેઠકમાં વર્ષા વિજ્ઞાન તજજ્ઞો હાજર રહ્યા હતાં. જ્યાં આગાહીકા મનસુખ સુવાગીયાએ આગાહી કરી હતી કે, રાજ્યમાં આ વખતે સારો વરસાદ થશે. આજની બેઠકમાં ચોમાસા અને વાવણી અંગે ચર્ચાઓ કરાઈ છે. વાવણી માટે ત્રણ તબક્કા જાહેર કરાયા છે. ખેડૂતો 15 ,21 જૂન અને 3 જુલાઈ વાવણી કરી શકશે.હોનારત વાવાઝોડાને લઈ પણ ચર્ચા કરાઇ છે. આ વખતે 15 ઓક્ટોમ્બર આસપાસ ચોમાસુ વિદાય લેશે લેશે.

રાજ્યમાં પશ્ચિમ દિશા તરફના પવનો ફૂંકાયા

બીજી બાજુ રાજ્યના હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે દાસે જણાવ્યું હતું કે, રાજ્યમાં પશ્ચિમ દિશા તરફના પવનો ફૂંકાયા છે.આગામી 48 કલાક તાપમાન યથાવત રહેશે. 48 કલાક બાદ પવનની દિશા બદલાતા 2 થી 3 ડીગ્રી તાપમાન ઘટશે.આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 42 ડીગ્રી નોંધાયું છે.મેં મહિનામાં તાપમાનને લઈ હવામાન વિભાગનું પૂર્વાનુમાન પણ સામે આવ્યું છે. મે મહિનામાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેશે.મોટા ભાગના વિસ્તારમાં લઘુતમ તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેશે. જ્યારે ઉત્તર ગુજરાતમાં લઘુતમ તાપમાન સામાન્ય કરતા નીચું રહેવાની શક્યતા છે.


આ પણ વાંચોઃ Surat: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ, CMએ કહ્યું- "જે દરિયો દાણચોરી માટે જાણીતો હતો, તે હવે ઉદ્યોગોનું પોર્ટ બન્યો


  • Follow us on: