અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી એમ.કે. મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં એક અત્યંત દુખદ ઘટના બની છે. મૂળ જામનગરના વતની અને કોલેજમાં અભ્યાસ કરતા ચિંતન પરમાર નામના વિદ્યાર્થીએ હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. હોસ્ટેલના રૂમમાંથી વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવતા કોલેજ પ્રશાસન અને અન્ય વિદ્યાર્થીઓમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે.
બોયઝ હોસ્ટેલના રૂમમાં કર્યો આપઘાત
ચિંતન પરમારે થોડા સમય પહેલા જ MS ઓર્થો (માસ્ટર ઓફ સર્જરી - ઓર્થોપેડિક્સ) ના પ્રથમ વર્ષમાં એડમિશન લીધું હતું. ડોક્ટર બનવાનું સપનું સેવનાર આ યુવાન એડમિશન લીધા બાદ સતત માનસિક તણાવમાં રહેતો હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. અભ્યાસનું ભારણ કે અન્ય કોઈ અંગત કારણોસર તે ડિપ્રેશનમાં હતો, જેને પગલે તેણે આ આત્યંતિક પગલું ભર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે.













