ગુજરાતમાં અકસ્માતો ઘટાડવા અને લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે ફરીવાર ટ્રાફિક તંત્ર એક્શનમાં આવ્યું છે. રાજ્યમાં આજથી એક મહિના સુધી હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. સરકારી અને બિનસરકારી વાહન ચાલકો માટે ડ્રાઈવ યોજાશે. રાજ્યમાં વિવિધ સરકારી કચેરીઓના ગેટ પર વાહન ચેકિંગ અને હેલ્મેટ વિના આવતા વાહન ચાલકોને દંડ ફટકારાશે.


હેલમેટ ડ્રાઈવના ડે ટુ ડે રિપોર્ટ સોંપવા આદેશ

આજથી રાજ્યમાં હેલ્મેટની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. સરકારી કર્મચારીઓ અને સામાન્ય વાહનચાલકોને હેલ્મેટ નહીં હોય તો દંડ ફટકારવાનો આદેશ કરવામાં આવ્યો છે. આજથી ટ્રાફિક પોલીસ એક મહિના સુધી હેલ્મેટની ડ્રાઈવ યોજશે. વિવિધ સરકારી કચેરીઓના ગેટ પાસે ચેકિંગ કરવામાં આવશે. હેલમેટ વિના વાહન ચલાવનાર સામે કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. સમગ્ર મે મહિનામાં ટ્રાફિકની ડ્રાઈવ યોજવા ટ્રાફિક વિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત હેલમેટ ડ્રાઈવના ડે ટુ ડે રિપોર્ટ આપવા પણ આદેશ કરવામાં આવ્યો છે.

હેલ્મેટના આદેશ આપતા અનેક સવાલો ઉભા થયાં

રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે પણ રાજકારણીઓ અને રાજકીય પાર્ટીના કાર્યકરોએ બાઈક રેલીઓ યોજી હતી. જેમાં મોટા ભાગના લોકો હેલ્મેટ વિના વાહન લઈને રેલીમાં નીકળ્યા હતાં. આ રેલીમાં પોલીસ પણ હતી પરંતુ કાર્યકરોની સામે જાણે મુક પ્રેક્ષક બની હતી. કોઈની સામે એક્શન લેવાયા નહોતા.હવે ચૂંટણી પૂર્ણ થતાંની સાથે જ ટ્રાફિક વિભાગે હેલ્મેટના આદેશ આપતા અનેક સવાલો ઉભા થયાં છે.  

આ પણ વાંચોઃ Panchmahal : શિક્ષણ વિભાગમાં કરોડોનું ખરીદી કૌભાંડ, 2.79 કરોડનું ફૂલેકું, તત્કાલીન અધિકારીઓ સામે ફરિયાદ


  • Follow us on: