આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં હોબાળો મચી જવા પામ્યો હતો. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હોબાળો થયો હતો. ગુજરાત યુનિવર્સિટીમાં મતદાન મથક પર જ હલ્લાબોલ થયો હતો. કેટલાક ઉમેદવારોએ ગેરકાયદેસર રીતે બેલેટ પેપરને રોક્યા હતાં. બેલેટ પેપર જઈ રહ્યા હતાં તે દરમિયાન હોબાળો મચાવ્યો હતો. ચૂંટણી કમિશ્નરે સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો શાંત પાડ્યો હતો. બેલેટ પેપર સીલ કર્યા બાદ સ્ટ્રોંગ રૂમમાં લઈ જવાયા હતાં.
બાર કાઉન્સિલની ચૂંટણીમાં હોબાળો
ગુજરાત યુનિવર્સિટીમાં બાર કાઉન્સિલની ચૂંટણીમાં હોબાળો મચી ગયો હતો. મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા બાદ વકીલોએ હોબાળો કર્યો હતો. કેટલાક ઉમેદવારોએ ગેરકાયદેસર રીતે બેલેટ પેપરને જતા રોક્યા હતાં. મતદાન બાદ સ્ટ્રોંગ રૂમમાં બેલેટ પેપર લઈ જવાતા હતાં તે દરમિયાન ઉમેદવારોએ હોબાળો કર્યો હતો. હોબાળો ઉગ્ર બનતાં જ ચૂંટણી કમિશ્નરે પોલીસને જાણ કરી હતી. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો શાંત પાડ્યો હતો. બેલેટ પેપર સીલ કર્યા બાદ પોલીસ બંદોબસ્ત સાથે સ્ટ્રોંગ રૂમ ખાતે લઈ જવાયા હતાં.













