અમદાવાદ રેલવે સ્ટેશન પર આજે એક હૃદયદ્રાવક ઘટના બની હતી, જેમાં રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) ના જવાનની સમયસૂચકતાને કારણે એક મહિલાનો જીવ બચ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ, પ્લેટફોર્મ પરથી ટ્રેન ઉપડી રહી હતી ત્યારે એક મહિલાએ દોડીને ચાલુ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસ દરમિયાન મહિલાનો પગ અચાનક લપસી ગયો હતો અને તે ટ્રેન તથા પ્લેટફોર્મ વચ્ચેના ખતરનાક ગેપમાં ફસાઈ ગઈ હતી. જોતજોતામાં મહિલા ટ્રેનની નીચે ખેંચાવા લાગી હતી, જેના કારણે પ્લેટફોર્મ પર હાજર મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી.
RPF જવાનની વીજળીક ઝડપ













